સંતોનું સ્થાન તેમણે આપેલા ઉપદેશ સાથે તેમણે વિતાવેલા સેવામય ઉજળા જીવનને કારણે સમાજમાં દૃઢ થયું છે. ‘‘ બે રોટી અને એક લંગોટી’’ ના ધણી એવા સંતોએ આપણી જીવન તરફની શ્રધ્ધાનું સર્જન તેમજ સંવર્ધન કરેલું છે. સ્વામી આનંદ આવા સાધુ સંતોની જમાતના અનેક પાત્રોની ઓળખ આપતી વખતે તે લોકોને ‘‘મારા પિતરાઇઓ’’ કહીને ઓળખાવતા હતા. સ્વામીદાદાએ પોતાના... Continue Reading →
: ક્ષણના ચણીબોર : ગાંધી મારો સો સો વાતુનો જાણનારો :
ગાંધીજી ગોળીએથી વિંધાયા પછી લગભગ છ દાયકા બાદ યુનાઇટેડ નેશન્સ તરફથી સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવથી દરેક વર્ષની બીજી ઓક્ટોબરને વિશ્વ અહિંસા દિવસ તરીકે ગણાવીને ગાંધી વિચારની સ્મૃતિને સ્થાયી સ્વરૂપ આપવાનો આવકારપાત્ર પ્રયાસ થયો. ગાંધી એક વિચારસરણીનું નામ છે તેમ કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી. વ્યક્તિની સ્મૃતિ કાળના નિરંતર વહેતા પ્રવાહમાં ઝાંખી થઇ... Continue Reading →
: લોકસાહિત્ય : આપણી મોંઘેરી તથા જાળવવા જેવી વિરાસત :
લોકસાહિત્ય તથા લોકકળાના વિષયમાં તેમજ તેના વિકાસ અને સંવર્ધન બાબતમાં ઘણાં વર્ષોથી અનેક મહાનુભાવોએ વ્યાપક ખેડાણ કર્યું છે. લોકસાહિત્યના બળૂકા માધ્યમથી લોકોના રીતરિવાજ, પરંપરાઓ, ઉત્સવો તેમજ તેમની સમગ્ર અસ્મિતાના દર્શન થાય છે. કલકત્તામાં નોકરી માટે ગયેલા મેઘાણીભાઇ આ સાહિત્યના તીવ્ર આકર્ષણને કારણે ૧૯૨૧ માં સૌરાષ્ટ્રમાં આવ્યા અને લોકસાહિત્યના સંશોધનની અભૂતપૂર્વ કામગીરી કરી. તળના આ સાહિત્યની... Continue Reading →
: સંસ્કૃતિ : પંડિત સુખલાલજી : માનવ પુરુષાર્થનો મહાગ્રંથ :
માનવ પુરુષાર્થની મહાકથા સમાન જીવતર જીવી જનાર પંડિત સુખલાલજીને સંવત્સરીના પ્રસંગેયાદ કરીને તેમના ઉજળા જીવનને વંદન કરવાનો તથા પ્રેરણા લેવાનો પ્રસંગ છે. પંડિતજીને સંત કબીર જેવા મૌલિક તથા ક્રાંતિકારી સંત તરીકે ઓળખાવીને વાડીલાલ ડગલીએ યોગ્ય સરખામણી કરી છે તેમ કહી શકાય. જીવનના સાર્થક ૭૫ વર્ષ પૂરા કર્યા ત્યારે ૧૯૫૭ માં પંડિત સુખલાલજીનું સ્વયંભૂ જાહેર અભિવાદન... Continue Reading →
: સંસ્કૃતિ : અવની પર અવિચળ કિરતઃ ભગવત ગુણ ભંડાર :
મહારાજા ભગવતસિહંજી (ગોંડલ) તેમની સૂઝ તથા વિચક્ષણ દૃષ્ટિને કારણે ગોંડલ રાજયને એક નમૂનેદાર રાજય બનાવી શકયા હતા. કેળવણીના ક્ષેત્રમાં રાજયનો વિકાસ એ તેમની હંમેશની અગ્રતાનો વિષય હતો. ભગવદ્ ગોમંડળની રચના એ મહારાજાનો ભવ્ય સંકલ્પ હતો. પરંતુ આ કાર્ય માટે ચંદુલાલ બહેચરલાલ પટેલની પસંદગીએ મહારાજની ઉત્તમ નિર્ણય શકિતનો પણ પરિચય આપે છે. ચંદુભાઇનું જીવન આ ધન્યકાર્ય... Continue Reading →
: સંસ્કૃતિ : મા ગબ્બરના ગોખવાળી : રંગમાં રંગતાળી :
મહાત્મા ગાંધી ૧૨ જૂન ૧૯૩૧ ના શુભ દિવસે સુરત જિલ્લાના મરોલીગામમાં આશ્રમના મકાનની ભૂમિપૂજન વિધિ કરવા ગયા હતા. ભૂમિપૂજનની વિધિ પહેલા આ કાર્ય હાથ પર લેનારા મીઠુબહેનને બાપુ તેમની આદત પ્રમાણે વેધક પ્રશ્ન કરે છે : ‘મારા હાથે પાયો નખાવો છો તેની જવાબદારી સમજોછો ?’ તે સમયે ઓગણચાલીસ વર્ષના પારસી બાનુ મીઠુબહેન જવાબ વાળે છે... Continue Reading →
: સંસ્કૃતિ : વત્સલ મૂરત સ્નેહલ સૂરતઃ હૃદય હૃદયના વંદન તેને :
કવિ ઉમાશંકર જોષીની સુવિખ્યાત કાવ્ય પંકિતઓ છે. બાળકને જોઇ જે રીઝે, રીઝે બાળક જોઇ જેને, વત્સલ મૂરત સ્નેહલ સૂરત, હૃદય હૃદયના વંદન તેને. સર્વસ્થળે માતાનો વાસ છે તેવું માનનારા સમાજના લોકોના દિલમાં મા તરફની શ્રધ્ધા અને ભકિત ભળેલા છે. માતા કે બહેનના યોગક્ષેમની જવાબદારી એ તો સમાજના સૌ કોઇની હોય ! આવી ભાવના છતાં સમાજનું... Continue Reading →