લાઠીના રાજવી કવિ કલાપીના ભલામણ પત્રના કારણે ભાવનગર મહારાજાએ કવિ ત્રિભુવન પ્રેમશંકર ત્રિવેદીને પેન્શન બાંધી આપેલુ. આ કવિ તેમના નિજાનંદી તોરના કારણે ‘‘ મસ્તકવિ‘‘ તરીકે જાણીતા બન્યા હતા. મહારાજા ભાવસિંહજીના શાસનનો આ સમય હતો. (ઇ.સ.૧૮૭૫ થી ૧૯૧૯) તે સમયે મહારાણી નંદકુંવરબા પોતાના તંત્રીપદે ‘‘બ્રિટિશ અને હિન્દી વિક્રમ’’ નામે સામયિક ચલાવતા. એકવાર મહારાણીએ મસ્તકવિને બોલાવીને સૂચના... Continue Reading →
: સંતવાણી સમિપે : વિશ્વતણો મધુકોશ ભરું : ચૌદ લોક ટહુકાર કરું :
ભાવનગરની દક્ષિણામૂર્તિ વિદ્યાલય તથા ગુજરાત વિદ્યાપીઠમાં જેમના સંસ્કારબીજ રોપાયા હોય તે માનવીમાં મૂલ્યનિષ્ઠા તથા કર્તવ્ય પ્રતિ જાગૃતિ હોય તે સ્વાભાવિક છે. કૃષ્ણલાલ શ્રીધરાણી આવા એક સદભાગી વ્યક્તિ હતા. દેશના મુક્તિ સંગ્રામમાં જોડાવાના સંસ્કાર તથા પ્રેરણા તેમને આ બન્ને સંસ્થાઓના માહોલમાંથી મળી હતી. તેથી દાંડીકૂચની અળગા રહેવું તેમના માટે મુશ્કેલ હતું. આ સમય જાગૃતિનો હતો. આ... Continue Reading →
: સંસ્કૃતિ : : એવા રે મળ્યા જોગીયા : જેના હૈયે હરિવરનો જોગ :
હરિભક્તોને ત્યાં શુભપ્રસંગ હોય ત્યારે સાધુઓના ચરણે શ્રધ્ધા તથા વિવેક સાથે સાધુને ઉપયોગી થાય તેવી નાની મોટી ચીજવસ્તુ ભેટ સ્વરૂપે ધરવાની આપણી એક વણલખી પ્રથા છે. તેમાં સમર્પણનો ભાવ છે પરંતુ આપવાનો અહમ્ નથી. આવા એક પ્રસંગે હરિભક્તો સાધુઓને ધોતિયાં ઓઢાડતા હતા. પ્રજ્ઞાવાન જોગી સ્વામી ધોતિયાં ઓઢવાના પ્રસંગે દેખાયા નહિ એટલે પૂછપરછ શરૂ થઇ. સ્વામી... Continue Reading →
: સંસ્કૃતિ : મૃત્યુ કે સ્વતંત્રતા : લખી ન આ લલાટ હાર ! :
ગાંધીયુગના અનેક તેજસ્વી તારલાઓમાં કવિ તથા પત્રકાર કૃષ્ણલાલ શ્રીધરાણીનું નામ કદી વિસ્મૃત થાય તેવું નથી. જીવનના પાંચ દાયકા પણ પૂરા થાય તેની રાહ જોયા સિવાય કવિ ગયા. ટૂંકા જીવનમાં પણ સાહિત્ય તથા પત્રકારત્વના ક્ષેત્રમાં નવા પરિમાણો સ્થાપીને ગયા. દેશના મુક્તિ સંગ્રામના કાળના સુવિખ્યાત પત્રકાર અમૃતલાલ શેઠની કર્તવ્યનિષ્ઠા તેમજ નિર્ભયતાના ગુણો કૃષ્ણલાલ શ્રીધરાણીમાં પણ જોઇ શકાય... Continue Reading →
: સંસ્કૃતિ : શીલ, સંતોષ તથા સત્યના જયોતિર્ધરઃ કવિ ત્રિભુવન પ્રેમશંકર :
કેટલાક સુપાત્રોની વાતો સાંભળીને મનમાં ધન્યતાની તથા અહોભાવની લાગણી જન્મે છે. સૌજન્ય અને ઉદારતાના મેરૂ સમાન સર પ્રભાશંકર પટ્ટણીના સંદર્ભમાં આવી એક વાસ્તવિક ઘટનાની નોંધ મુકુન્દરાય પારાશર્ય તરફથી કરવામાં આવી છે. મસ્તકવિ ત્રિભુવન પ્રેમશંકર તદ્દન નોખી માટીના માનવી હતા. કવિ પોતે સમર્થ સર્જક પરંતુ જગતના કહેવાતા વ્યવહારિક શાણપણ સાથે તેમને કોઇ સંબંધ નહિ. મનસ્વી સ્વભાવ... Continue Reading →