દર્શક જેવા ક્રાંતદ્રષ્ટા વિચારક તેમજ ઇતિહાસકાર આપણી માનસિક તથા વૈચારીક દુર્બળતા તેમજ ગુલામીના માનસ તરફ અસરકારક રીતે ધ્યાન દોરે છે. સમાજનો એક વર્ગ જે પોતાને શિક્ષિત માને છે, તથા જે સાધન સંપન્ન પણ છે તેનો ઉપેક્ષભાવ સમાજના એકબીજા મોટા સમૂહ તરફ છે. કારણ એટલુંજ કે સંપન્ન વર્ગની દ્રષ્ટિ પ્રમાણેના શિક્ષણનો એક મોટા સમૂહમાં અભાવ તથા... Continue Reading →
: સંસ્કૃતિ : : કાગ કહે છે તોપ તરવારનેઃ આ સાધુડો શરમાવે:
વિશ્વના દરેક ભાગમાં જનસમૂહને પ્રવાસ કે યાત્રામાં હંમેશા રસ પડેલો છે. પ્રવાસમાં શ્રધ્ધા તથા ભકિતનું તત્વ ભળે ત્યારે તે પ્રવાસનું યાત્રામાં રૂપાંતર થાય છે. અનેક વિચારશીલ લોકોએ સમાજને દોરવણી આપતા પહેલાં યાત્રા કે દેશાટન કરેલા છે. સ્વામી સહજાનંદ કે મહર્ષિ દયાનંદે પણ વ્યાપક યાત્રા કરીને સમાજની નબળાઇઓ પ્રથમ તો જાણી તથા અનુભવી છે અને ત્યાર... Continue Reading →
: સંતવાણી સમિપે : : થંભી જાજો હો તરવારીઆ: કાં તરવારો સજાવો? :
ગાંધીજીએ ૧૯૪૧માં વ્યક્તિગત સત્યાગ્રહ શરુ કરવાનો સંકલ્પ જાહેર કર્યો. એક એક ચુનંદા સત્યાગ્રહીને તૈયાર કરવાની તેમજ આ સત્યાગ્રહીના માધ્યમથી વિદેશી સરકાર સામે મુકિતની મશાલ ધરવાની બાપુની આ નવી રણનીતિ હતી. દેશના અનેક લોકોના મનમાં એ જાણવાની ઉત્કંઠા હતી કે બાપુ પહેલા સત્યાગ્રહી તરીકે કોની પસંદગી કરશે? કોણ એવો સદભાગી હશે જેના નામ પર ગાંધીજી મંજૂરીની... Continue Reading →
: ક્ષણના ચણીબોર : અલેકીઓ ! દેશ દબણનો બાવો :
વિનોબાજીનો જન્મ તો ૧૧મી સપ્ટેમ્બર-૧૮૯૫ ના રોજ થયો. ઉમ્મરમાં ગાંધીજીથી પચીસેક વર્ષ નાના પરંતુ ડહાપણમાં તથા કર્તવ્યનિષ્ઠામાં ગાંધીની જોડાજોડ ઊભા રહી શકે તેવા વિનોબાજી ગાંધીયુગના આભૂષણ સમાન હતા. સપ્ટેમ્બર માસમાં અનેક સંસ્થાઓ – લોકો વિનોબાજીને સવિશેષ યાદ કરે છે. ગાંધીજીના વિચારોને વાસ્તવિક રૂપે ભૂમિગત કરવાનું કામ બાબાએ અસાધારણ નિષ્ઠાથી કરેલું છે. સમાજ જીવન જ્યારે ડહોળાય... Continue Reading →
: ક્ષણના ચણીબોર : આભને થોભ દેનારા મોંઘેરા માનવી :
૨૦૧૫ના વર્ષમાં આપણે કેટલાક આજીવન કર્મશીલોને ગુમાવ્યા. શ્રી નારાયણ દેસાઇ તથા શ્રી રજની કોઠારીની વસમી વિદાયને કળ વળે તે પહેલા શ્રી સનત મહેતા અચાનકજ કાયમી એકઝીટ કરી ગયા. જીવનની સંધ્યાના સમયે પણ આ બધા મહનુભાવોએ સમાજ જીવનની સ્વસ્થતા જળવાઇ રહે તેમજ વિશાળ જન સમૂદાયની ચેતના ધબકતી રહે તે માટે નિરંતર પ્રયાસો કર્યા. હાર, થાક કે... Continue Reading →
: ક્ષણના ચણીબોર : : પંડિત સુખલાલજી : માનવ પુરુષાર્થનો મહાગ્રંથ :
માનવ પુરુષાર્થની મહાકથા સમાન જીવતર જીવી જનાર પંડિત સુખલાલજીને સંવત્સરીના પ્રસંગેયાદ કરીને તેમના ઉજળા જીવનને વંદન કરવાનો તથા પ્રેરણા લેવાનો પ્રસંગ છે. પંડિતજીને સંત કબીર જેવા મૌલિક તથા ક્રાંતિકારી સંત તરીકે ઓળખાવીને વાડીલાલ ડગલીએ યોગ્ય સરખામણી કરી છે તેમ કહી શકાય. જીવનના સાર્થક ૭૫ વર્ષ પૂરા કર્યા ત્યારે ૧૯૫૭ માં પંડિત સુખલાલજીનું સ્વયંભૂ જાહેર અભિવાદન... Continue Reading →
: ક્ષણના ચણીબોર : બનારસ અને બળવંતરાય :
સબ સુખીહો ભદ્ર સબહો, પુણ્ય દેશ પુકારતા હૈ, ‘‘ભાવરંગ’’ સ્વભાવત: યહ ભારતીય ઉદારતા હૈ ! ગંગા કિનારે બેસીને જેમની આરાધનાના ઉપરના શબ્દોમાં આટલું ઊંડાણ તથા અર્થગાંભીર્ય છે તે ખરા અર્થમાં પ્રજ્ઞાચક્ષુ છે પ્રજ્ઞાવાન છે. જગતમાં વસતા તમામ ગુજરાતીઓ જેમના માટે સકારણ ગૌરવ લઇ શકે તે પંડિત બળવંતભાઇ ભટ્ટનું પુણ્ય સ્મરણ ઉપરના શબ્દો કાને પડતાજ થાય... Continue Reading →
: ક્ષણના ચણીબોર : વળાવી બા આવી : પડી બેસી પગથિયે :
જેમનું જીવન અને કવન એ બન્ને સરળ તથા લોકાભિમુખ હોય તેવા ગુજરાતના સર્જકોની યાદી તૈયાર કરીએ તો કવિ ઉશનસનું નામ તેમાં અગ્રસ્થાને મૂકવું પડે. કવિ હસિત બૂચ કહેતા કે આપણાં કવિ ઉશનસને કવિ ઉમાશંકર જોશીની હરોળમાં બેસારી શકાય તેવા મોટા ગજાના સર્જક છે. મુજ કવનો જૂજવી જૂજવી ક્ષણો. રાજ્ય સરકારના એક વલસાડમાં યોજવામાં આવેલા કાર્યક્રમમાં... Continue Reading →
: ચારણી, સાહિત્ય અને ડિજીટલાઇઝેશનઃ વિશાળ સંભાવનાઓનો વણખેડાયેલો પ્રદેશ :
કોઇપણ દેશની પ્રજાને પોતાનો ઇતિહાસ સમજવાની તેમજ તેને જાળવી રાખવાની એક મહેચ્છા રહેતી હોય છે. જો કે એમ પણ કહેવામાં આવે છે કે ઇતિહાસ આપણને શીખવે છે કે આપણે ઇતિહાસમાંથી કશુ શીખ્યા નથી. આ વિધાનની યથાર્થતા અંગેની ચર્ચા બાજુ પર રાખીએ તો પણ એમ કહી શકાય કે ઇતિહાસ જાળવવાની તેમજ તેને પ્રસંગોપાત વાગોળવાની એક વૃત્તિ... Continue Reading →
: મળતાં… હળતાં… : કાગધામમાં રામકથાના મધુરાં ગાન :
ડૉ. મીણલબેન ચેડ (વરસડા) ઘણાં હાજર જવાબી છે. કાગધામની કથામાં કોઇએ એમને પૂછ્યું કે કથા દરમિયાન ક્યાં રહો છો ? તરતજ જવાબ આપ્યો : અમે તો ચરજ ગલીમાં મોજથી રહીએ છીએ ! ચરજગલી ? કદાચ આ રળિયામણા શબ્દ થકી કાગધામની રામકથામાં નિવાસ માટેની વ્યવસ્થા માટે બાંધવામાં આવેલા સુવિધાપૂર્ણ તંબુઓ તરફ તેમનો ઇશારો હતો. આ તંબુઓમાં... Continue Reading →