દરેક સ્થળને પોતાનો ઇતિહાસ હોય છે. જેમ કુદરતે તેના દરેક સર્જન નિરાળા તથા એકમેકથી ભિન્ન કરેલા છે તેમજ દરેક સ્થળ સાથે સંકળાયેલા પ્રસંગો પણ નોખા તથા અનોખા હોય છે. સ્થળોના ઇતિહાસની જાળવણી કરવામાં આપણે એક સમાજ તરીકે સક્રિય કે જાગૃત નથી. યુરોપના નાના નાના દેશોમાં પણ જેમ સ્થળો તેમજ તેની સાથે સંકળાયેલા પ્રસંગોની કડીબધ્ધ વિગતો... Continue Reading →
: સંસ્કૃતિ : નજરે બીજો નાવ તોઃ ‘પિંગલ’ શંભુપ્રસાદ :
ઓગસ્ટ માસમાં જેમની જન્મજયંતિ આવે છે તેવા વિચક્ષણ વહીવટકર્તા તેમજ સમર્થ ઇતિહાસકાર શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઇની સ્મૃતિ સવિશેષ થાય તે સ્વાભાવિક છે. કુશળ વહીવટદાર તેમજ બહુશ્રુત વિદ્વાન શંભુભાઇએ સરકારી સેવામાં રહીને સંશોધનના પણ અનેક ક્ષેત્રોમાં યોગદાન આપ્યું. જૂનાગઢ રાજ્યની સેવાથી શરૂ કરી ભારતીય વહીવટી સેવા (આઇ.એ.એસ.) સુધીની તેમની કારકિર્દી ભાવી વહીવટકર્તાઓ માટે માર્ગદર્શક બને... Continue Reading →
: સંસ્કૃતિ : ભોગાવાના તપસ્વીની ભાતીગળ ગાથા :
કચ્છના પંડિત શામજી કૃષ્ણવર્મા કે સૌરાષ્ટ્રના ઠક્કરબાપા તેમજ સરદારસિંહ રાણા જેવા ક્રાંતિકારીઓનું નામ રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ વીર પુરુષોના કાર્યોને કારણે સુવિખ્યાત થયું. આવા સુવિખ્યાત ક્રાંતિકારીઓ કે તેમના ચરિત્ર અંગે લોક સમૂહમાં સારી એવી જાણકારી પણ જોવા મળે છે. પરંતુ અનેક નાના મોટા ઘર દીવડાઓ કે જેમણે અમૂલ્ય પુરુષાર્થ કરીને આઝાદી મેળવવા માટેની લડતને... Continue Reading →
: સંસ્કૃતિ : વધી તોલે વાણીયા ! : તારી લેખણ મેઘાણી :
અનેક તેજસ્વી વીરલાઓની પાછળ તેમની કુટુંબ પરંપરાનો એક ઉજળો ઇતિહાસ પડેલો હોય છે. મેઘાણીભાઇને પોતાના માઉન્ટ સ્પિરિટમાં પણ આ બાબતના દર્શન થાય છે. મેઘાણીભાઇના કુટુંબના એક મોભી પ્રેમજી મેઘાણીની વાત લોકકવિ મેઘાણીએ લખી છે. કવિ કહે છે કે પ્રેમજી મેઘાણી ભાયાણી કાઠીઓના કામદાર હતા. એકવાર તેઓ ધાનાણી કાઠીઓના લાખાપાદરની બજારમાં ચાલ્યા જાય છે. બન્ને કાઠી... Continue Reading →
: સંસ્કૃતિ : હેમુ ચંદન લાકડું : સળગીને દીયે સુવાસ :
કલાકાર કલામય થઇને જીવતો હોય છે. કલા અને કલાકારને જૂદા તારવવા મુશ્કેલ છે. લોકસાહિત્યના કલાકારોને લોકોનો ભરપુર સ્નેહ મળ્યો તેનું કારણ સાહિત્યનના ઉમદા સત્વ ઉપરાંત લોકકલાકારોની સંવેદનશીલતા પણ છે. યાદ કરવો ગમે તેવો એક પ્રસંગ નોંધાયો છે. એક જૈફ ઉંમરના તથા સાધારણ સ્થિતિના દેખાતા મહિલા આકાશવાણી રાજકોટના ઉંબરે આવીને ઊભા છે. માજી પૂછે છે :... Continue Reading →
: સંસ્કૃતિ : માનભાઇ ભટ્ટઃ નોખી માટીના મહામૂલા માનવી :
ગાંધીજીએ માત્ર દેશને આઝાદી પ્રાપ્ત થાય તેને લક્ષ બનાવીને જ જીવનકાર્યો હાથ ધર્યા હોત તો પણ એ બાબતને વ્યાપક સ્વીકૃતિ મળી હોત. પરંતુ ગાંધીજીને માત્ર દેશ આઝાદ થાય તેમાં જ ઇતિશ્રી લાગતું ન હતું. સમગ્ર સમાજના સર્વતોમુખિ વિકાસનું આયોજન એ ગાંધીની અગ્રિમતા હતી. શ્રમ-સાદગી સાથે સ્વચ્છતાના કામો પર તેમની નજર હતી. શિક્ષણમાં પરિવર્તન હોય કે... Continue Reading →