આપણે જે યુગમાં જીવીએ છીએ તેને હરીફાઇનો યુગ કહી શકાય. હરીફાઇનું તત્વ જો કે સહજ રીતેજ માનવીના મનમાં હમેશા રહેલું હોય છે. પરંતુ સાંપ્રતકાળમાં આ હરીફાઇના તત્વનું જે પ્રમાણ – scale – છે તે અસાધારણ છે. આ શૈક્ષણિક વર્ષમાં દિલ્હીની સ્ટીફન કોલેજની અમૂક વિદ્યાશાખામાં પ્રવેશ માટેનું છેલ્લું ધોરણ – cut off marks – ૯૮% ઉપર... Continue Reading →
: મઢડા વાળી મા : મમતાનો મહાસાગર :
ઘૂના નદીએ ધૂધવે ધર ડુંગરની ધાર થાનક ઠારો ઠાર તારા ખાણેને પાણે ખોડલી સાંપ્રત કાળના લોકપ્રિય કવિ દાદના ઉપરના શબ્દોમાં એ વાતની પ્રતિતી થાય છે કે માતાજીઓ અનેક સ્વરૂપે તથા અનેક સ્થળે બેસીને જગત કલ્યાણની ચિંતા સેવે છે. યા દેવી સર્વ ભૂતેષુ...વાળી શાસ્ત્રોની વાત આપણાં લોક કવિઓએ સરળ ભાષામાં રજૂ કરી છે. ‘‘ખાલી ન કોઇ... Continue Reading →
: સંતવાણી સમિપે : કવિતા જહાજનો તે : ભાંગી પડ્યો કુવાથંભ :
એ સમાચાર સાંભળીને આશ્ચર્ય થયું. માર્ચ-૨૦૧૫ માં લેવાયેલી દસમા ધોરણની પરીક્ષામાં ગુજરાતી વિષયમાં ઘણાં વિદ્યાર્થીઓ નાપાસ થયા ! નાપાસ થનારનું પ્રમાણ ગયા વર્ષ કરતા વધારે હતું. માતૃભાષામાં પાસ થવા પુરતા ગુણ પણ ઘણાં વિદ્યાર્થીઓ મેળવી શક્યા નહિ. આપણે આપણી માતૃભાષાથી દૂર જતા રહ્યા છીએ ? કારણો તેમજ ઉપાયોની ચર્ચા તો ભાષા વિજ્ઞાનના જાણકાર વિદ્વાનો કરશે... Continue Reading →
: સંતવાણી સમિપે : દરિયા જીવતા શમણે રમજો: દરિયા મરતા પડખે સૂજો:
જાહેર ખબરનો યુગ ચાલે છે. જેવું હોય તેનાથી અનેકગણું સારું બતાવવાની હોડ લગભગ દરેક ક્ષેત્રમાં છે. મુખ્યત્વે બાળકો તથા મહિલાઓને ગ્રાહક તરીકે કેન્દ્રમાં રાખીને થતી જાહેરાતો નિરંતર વધતી જાય છે. આ સમયગાળામાં આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ફોટોગ્રાફર જેને ‘દુરાગ્રહી વળગણ’ કહે છે તેની વાત કરે છે. આજિવકાના સાધન તરીકે વિશેષ આર્થિક લાભ મેળવવા માટે કરવી પડતી અનિવાર્ય... Continue Reading →
: સંતવાણી સમિપે : માયાને મમતા તણાં : જેના રૂદે ન લાગ્યા રોગ :
જગતના તમામ પ્રાણીઓ તરફ સંવેદનશીલતા એજ સંતોના જીવનનું ધ્યેય હોય છે. નિર્દોષ પ્રેમની અનુભૂતિ સતત રહે તથા તેની પ્રતીતિ સમગ્ર જગતને થાય તેવું સંતોનું જીવન હોય છે. ઋજુતાએ આવી સંવેદનશીલતાનું એક અભિન્ન અંગ છે. હરિઓમ આશ્રમવાળા સંતશ્રી મોટાનું જીવન આવા અલૌકિક ગુણથી સભર થયેલું હતું. ચિંતક તથા વિચારક વિદુષિ વિમલા ઠકાર કહેતા કે શ્રી મોટાને... Continue Reading →
: સંતવાણી સમીપે : મારે સાબુ તો થાવું ને જીવતર ખોવું : માનવીના ધોવા મેલ :
સુપ્રસિધ્ધ ફિલ્મ દિગ્દર્શક કેતન મહેતાની ફિલ્મ ‘મિર્ચમસાલા’ ના અંતિમ દ્રષ્યો જે બાબુભાઇ રાણપુરા પર ફિલ્માવવામાં આવ્યા છે તે જલદી વિસરી શકાય તેવા નથી. જે વ્યક્તિ, સમાજ, નગર કે... Continue Reading →
: સંસ્કૃતિ : આવી ગયા અનેક : ઉમદા જન ઇંગ્લાંડથી :આ અવસરમાં એક : ફત્તેહ પામ્યો ફારબસ :
કવિ શ્રી બાલમુકુન્દ દવેએ સુંદર શબ્દોમાં માનવીની બંધનમુક્ત સર્વ વ્યાપકતાનો મહિમા ગાયો છે. આપણે તે દેશ કેવાં આપણે વિદેશ કેવાં આપણે પ્રવાસી પારાવારના. જગતમાં પોતાનું કંઇ ને કંઇ અનોખું યોગદાન આપી જનારા માનવીઓને કોઇ ભૌગોલિક કે ભાષાકીય અથવા અન્ય કોઇ કૃત્રિમ બંધનો નડતા નથી. તેમનું જીવન તથા તેમના વિચારો સમગ્ર વિશ્વના પ્રત્યેક ખૂણે ખાંચરે આપમેળે... Continue Reading →
: સંસ્કૃતિ : માટીની સુગંધના વાહક : બાબુભાઇ રાણપુરા :
બાબુભાઇ રાણપુરાના વ્યક્તિત્વમાં કળાયેલા મોરના પ્રાકૃતિક સૌંદર્યની શોભા તથા ગરવાઇ હતા. બાબુભાઇએ જેમ જનસમૂહને સ્નેહ કર્યો છે તેમજ વિશાળ જનસમૂહે પણ રાણપુરાના અંતરના ઉમળકાથી ઓવારણા લીધાં છે. બાબુભાઇ રાણપુરા આપણાં લોકસાહિત્યની ઉજળી ધરોહરની મજબૂત કડી સમાન છે. અરવિંદભાઇ આચાર્યની વિદાય આપણને નજીકના ભૂતકાળમાંજ આંચકો આપી ગઇ. ગયા વર્ષેજ કુદરતે ભાઇ શ્રી રામજી વાણીયા જેવા સમર્થ... Continue Reading →
: સંસ્કૃતિ : સૂર્ય સમાન ઉર્જાના વાહક : સંત શ્રી મોટા :
પૂજય શ્રી મોટાએ જયારે દેહ છોડવાનો નિર્ધાર કર્યો તે દિવસોમાં યાદગાર શબ્દો લખ્યા છે. ઉમળકાથી અમે કરેલું છે નિરાશાને તો અમે સ્વપ્ને ન જાણી છે આવેલા કામને પૂરા હર્ષથી સ્વીકાર્યું છે ગુરુ મહારાજના હુકમને આનંદથી પાળ્યો. પૂજય મોટાનું સમગ્ર જીવન એ સમર્થ છતાં અનાસકત કર્મયોગીનું જીવન હતું. આવા ક્રાંતિકારી સંન્યાસી જ મૃત્યુને અનોખી સ્વસ્થતાથી વધાવી... Continue Reading →
: સંસ્કૃતિ : સહુ અદભૂતોમાં તુજ સ્વરૂપ અદભૂત નીરખું :
શુનિ સેઇ સૂર સહસા દેખિતે પાઇ દ્રિગુણ મધુર આમાદેર ધરા. કવિગુરૂ ટાગોર ઉપરની પંકિતઓમાં લખે છે કે એ સૂર સાંભળીને અમારી ધરા સહસા બમણી મધુર દેખાવા લાગી. બટુકભાઇ દિવાનજીના સુમધુર સંપર્કને કારણે સુવિખ્યાત કલાકાર કેસરબાઇનો અંતિમ સ્ટેજ પ્રોગ્રામ માણીને બહાર નીકળતા છબીકાર અશ્વિન મહેતાને કેસરબાઇનું ગાયન સાંભળીને કવિગુરૂના શબ્દોમાં વ્યકત થઇ છે તેવી જ લાગણી... Continue Reading →