ગુજરાત રાજ્યની સ્થાપનાનો પવિત્ર દિવસ અનેક સ્મૃતિઓને ફરી યાદ કરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ સફળતાથી ગાંધીજીના નેતૃત્વમાં પૂરો થયા પછી ગુજરાતે એક દોઢ દસકામાં જ બીજો સંગ્રામ લડવો પડશે તેની કલ્પના પણ ન હતી. ગુજરાતે જે સંઘર્ષ કરવો પડ્યો તે વિશેષ કઠીન પણ હતો. આઝાદી પ્રાપ્ત કરવાનો સંઘર્ષ તો વિદેશી શાસકો સામે હતો. સમગ્ર દેશ પરાધિનતાની... Continue Reading →
: સંતવાણી સમીપે : : હવે મુઠ્ઠીમાં ગગન : અમે બસ ગાયા કરીએ :
નવસારી નગરની આ વાસ્તવિક ઘટના દેશ આઝાદ થયો તે ઐતિહાસિક સમયની છે. નગરના રેલવે સ્ટેશનથી નજીકની એક કેબીનમાં કોઇક કારણોસર આગ લાગી. ‘‘તમાશાને તેડું ન હોય’’ તે કહેવત જેવી સ્થિતિ સામાન્ય રીતે અનેક જગાએ જોવા મળે છે. અહીં પણ તેમજ બન્યું. લોકોનું ટોળું એકઠું થયું. અહીં એકઠા થયેલા લોકો આગ વિશે તેમજ તેની અસર અંગે... Continue Reading →
: સંસ્કૃતિ :: સાચાં શબદના પરમાણનો સંત કવિ :
મેઘાણીભાઇ સંતવાણી-ભજન સાહિત્યનું અનોખું મહત્વ આંકતા કહે છે કે લોકસાહિત્યને જો વિશાળ વટવૃક્ષરૂપે કલ્પીએ તો તે લોકવાણીનો અંતિમ પરિપાક એ ભજનવાણી છે. જીવનની સંધ્યાએ મેઘાણીભાઇ ભજન સાહિત્ય સાથે વિશેષ તાદાત્મ્ય અનુભવતા હતા. મહેન્દ્રભાઇ મેઘાણી લખે છે કે ભજન સાહિત્યની સૃષ્ટિમાં ઝવેરચંદ મેઘાણીના પ્રાણ જે વિરામ અનુભવી રહયા હતા તેવો જ અનંત વિશ્રામ તેમના દેહે... Continue Reading →
: સંતવાણી સમીપે :: અણમૂલાંને વણમૂલ આપે : જીઓ ખરીદણહાર :
સાખી તારી સાખમાં લિખતા આવે મોજ, સરોદ હરીની સાખીએ ફગવે જગનો બોજ. સાંપ કાચળી ઉતારે તેવી સહજતા અને સ્વાભાવિકતાથી ‘‘સરોદ’’ જગનો બોજ ફગાવીને પ્રયાણ કરી ગયા. આજીવન શબદ – સુરતાનો યોગ સાધીને ભાતીગળ રીતે ભજનાનંદમાં જીવ્યા. તેઓ ગયા ત્યારે મિત્રોને અણધાર્યો આંચકો આપીને ગયા. આ મહીનામાં જ(એપ્રીલ-૧૯૭૨) અમદાવાદના એક મુશાયરામાં કવિની હાજરી હતી. મુશાયરામાં... Continue Reading →
: સંસ્કૃતિ :: ખાકની મૂઠી ભરી રાજી થનારાઓની વીર કથા :
સૌરાષ્ટ્ર – કચ્છના રાજવીઓની શાસન અંગેની એક આગવી પ્રણાલિકા રહી છે. વિચારશીલ રાજવીઓએ કેટલાક મહત્વના તથા પ્રજાહિતના નિર્ણયો કરીને કેટલીક સંસ્થાઓ તથા સુયોગ્ય વ્યક્તિઓને ઉદારતાપૂર્વક સહાય કરી છે. આવા શાસકોની કીર્તિ આજે પણ ગીતોમાં વણીને ગાવામાં આવે છે. રાવ લખપતજી વ્રજભાષા પાઠશાળા, ભૂજ કે શિશુવિહાર ભાવનગર જેવી સંસ્થાઓ જે તે સમયના રાજવીઓની દીર્ઘદ્રષ્ટિ સિવાય સ્થાપવી... Continue Reading →
: સંતવાણી સમિપે : : વિના પાંખે ઊડી જાશોઃ તમારી આત્મશ્રધ્ધા તો :
દેશને આઝાદ થયાને હજુ લાંબો સમય થયો નથી. તે સમયની આ ઘટના છે. અનેક સમસ્યાઓ-પડકારો હોવા છતાં દેશવાસીઓ સ્વતંત્ર ભારતના વાસંતી વાયરાનો અનુભવ કરી રહયા છે. મેઘાણીભાઇએ લખ્યું છે તેમ આ નામમાં જ એક અનેરી મીઠાશ અનુભવી શકાતી હતી. તારા નામમાં ઓ સ્વતંત્રતા મીઠી આ શી વત્સલતા ભરી ! મુડદાં મસાણેથી જાગતાં- એવી શબ્દમાં... Continue Reading →
: સંસ્કૃતિ :: અંતે તો હેમનું હેમ હોયે :
સાહિત્યના તથા સમયના સતત પરિવર્તન પામતા કાળમાં કેટલાક કવિઓ તથા તેમના સર્જનો અમર રહેવા સર્જાયેલા હોય છે. લગભગ પાંચ સદી પહેલા ઉત્તર ભારતમાં જન્મ લઇને રામભક્તિનું અવિનાશી મહાકાવ્ય લખી જનાર ગોસ્વામી તુલસીદાસજી આ બાબતનું એક ઉજ્વળ ઉદાહરણ છે. રામચરિત માનસનું જનમાનસમાં અનોખું સ્થાન છે. માત્ર ઉત્તર ભારતની હિન્દી ભાષી જનતાજ નહિ પરંતુ સમગ્ર દેશના... Continue Reading →
: સંતવાણી સમીપે :: દૂરથી દેખતાં દિલ ભાવ્યો : દિઠો આજ આબુ ગિરિરાજ એવો :
વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે... Continue Reading →
: સંતવાણી સમીપે : અપૂર્વ અવસર એવો ક્યારે આવશે ? :
મહાવીર સ્વામિની જયંતી પ્રસંગના શુભ દિવસોમાં ભગવાન મહાવીર તથા જૈન તત્વજ્ઞાનની તેમજ શ્રીમદ્ રાજચન્દ્ર જેવા પ્રજ્ઞાવાન મહાપુરુષની સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ખારા સમુદ્રમાં મોતી પાકે છે. જે ધરામાં નજીકમાંજ ખારા પાણી અફાટ વિસ્તરેલા છે તેવા પ્રદેશમાં પણ જેના હૈયામાં મીઠપનો મહાસાગર ઘૂઘવતો હોય તેવા મહાપુરુષો જન્મ ધારણ કરે છે. એક તરફ કચ્છ તથા બીજી તરફ... Continue Reading →
: સંતવાણી સમીપે : દૂરથી દેખતાં દિલ ભાવ્યો : દિઠો આજ આબુ ગિરિરાજ એવો :
વસંતના વાયુ થોડા વહેલા પાંખા થતા જાય છે. ગ્રીષ્મનું આગમન થયું છે અને તેનો પ્રભાવ પણ હવે અનુભવી શકાય છે. પ્રકૃતિના આ નિત્ય ચાલતા તથા પરિવર્તન પામતા પ્રવાહોને જોવા દ્રષ્ટિ કેળવીએ તો મનની પ્રસન્નતા મળે તેવી પૂરી સંભવના છે. કુદરતની આ શાંત ઘટમાળ અને અમદાવાદ શહેરની ઘોંઘાટભરી ઘટમાળ વચ્ચે કવિ શ્રી નિરંજન ભગત સાથે એક... Continue Reading →