: સંસ્કૃતિ : ‘‘મહાગુજરાત આંદોલનના યાજ્ઞિક : ઇન્દુચાચા ’’

  મહાગુજરાત ચળવળના મોભી શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાના વંટોળિયા જેવા ગતિશીલસ્વભાવનું વર્ણન કરતા લખે છે :  “ મારા વિશે કેટલાંકને થાય છે કે જો હું સરખી રીતે ચાલ્યો હોત તો ઊંચો હોત. હનુમાનની માફક હૂપાહૂપ કરું છું તેથી કંઇ મેળવી શકતો નથી, પરંતુ હું કાર્ય રાજકીય દ્રષ્ટિથી નહિ પરંતુ માનવતાની દ્રષ્ટિથી કરું છું... મારો ધર્મ... Continue Reading →

: હમારી ખૂબ ખીલે ફૂલવારી :

“ ન હિ જ્ઞાનેન સદ્રશં પવિત્રમિહ વિદ્યતે ” ગીતાના ગાનારાએ સર્વ બાબતોની ઉપર જ્ઞાનનું મહત્વ પ્રસ્થાપિત કર્યું છે. જ્ઞાનની શોધ અસીમ છે તથા નિરંતર છે. કોઇ અગ્નિહોત્રીના યજ્ઞની માફક આ કાર્યને સતત પ્રજ્વલિત રાખનાર સમાજ ઉન્નતિના માર્ગે આગળ વધતો રહે છે. આજના યુગમાં વિવિધ સાધનો તથા તેમાંયે ખાસ કરીને ઇન્ટરનેટની સરળ સુવિધાથી માહિતીની આપ-લેનું મુશ્કેલ... Continue Reading →

: સંસ્કૃતિ : : જરા સત્કર્મની નાની : ઉઘાડી રાખજો બારી :

ફરી એક વખત જીવતરની કેડી ઉપર ૨૦૧૫ ના નવા વર્ષને સત્કારવાનો સમય છે. આ વર્ષમાં તથા જીવનના હવે પછીના વર્ષોમાં જીવન ઉમેરવા માટે  દીપ પ્રાગટ્યનો પ્રયાસ તો આપણેજ કરવો પડશે. કવિ રાજેશ વ્યાસ (મિસ્કીન) ના શબ્દો યાદ આવે.  વર્ષનો પહેલો દિવસ પ્રગટાવ દીવો, ઝળહળી ઉઠશે વરસ પ્રગટાવ દીવો. નૂતન વર્ષના આરંભે ભાવનગર રાજ્યના દીવાન અને... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑