ફરી એક વખત નૂતન વર્ષને wel-come કરવાનો મધૂરો સમય છે. દેશના વિવિધ ભાગોમાં તો દરેકની સંસ્કૃતિ-પરંપરા કે માન્યતાઓના આધારે અલગ અલગ નવા વર્ષના દિવસો ઉજવાય છે. અલગ અલગ સમયે ઉજવાય છે. આપણી આ વૈવિધ્યતાનું પણ એક આંતરિક સૌંદર્ય છે. પરંતુ ઇસુનુ નવું વર્ષ સાર્વત્રિક રીતે વિશ્વભરમાં જાન્યુઆરીના પ્રારંભ સાથે ઉજવવામાં આવે છે. નૂતન વર્ષને... Continue Reading →
: સંસ્કૃતિ :: ડૉ. નરેન્દ્ર દાભોલકરની તેજ યાત્રા :
કાળનો પ્રવાહ સતત ગતિશીલ છે. ૨૦૧૪ ના વર્ષને અલવિદા કહેવાનો સમય છે. ઘટનાઓ બને તથા સમયાંતરે તેને વિસરી જવાય તે સહજ સ્વાભાવિક વલણ છે. ‘‘ સ્મશાન વૈરાગ્ય ’’ અથવા “ Knee jerk reaction ” ની અસર ક્ષણજીવી રહે છે. પરંતુ ઘટનાઓમાંથી સીખીએ નહિ તો તે અનુભવ બનતો નથી. ઇતિહાસ બોધની વાત કરતાં દર્શક દાદાએ આપણી... Continue Reading →
: સંસ્કૃતિ :: સવાઇ ગુજરાતી : કાકા સાહેબ કાલેલકર :
કાકા સાહેબ ખરેખર નસીના બળિયા હશે ! ગાંધીજીના સહવાસ તથા તેમની સેવાનો લાભ બ્રિટીશ સરકારે તેમને સામે ચાલીને આપ્યો. ૧૯૩૦ માં દાંડીકૂચ કરીને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયના પાયામાં લૂણો લગાડવાનું ઐતિહાસિક કામ કર્યું તે ઘટના ખૂબ જાણીતી છે. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઘરપકડ થશે તેવી વ્યાપક માન્યતા હતી. સરકારે સરદાર સાહેબની ઘરપકડ કરી પરંતુ બાપુની ઘરપકડ... Continue Reading →
: સંતવાણી સમીપે : : કર્મના જયારે કાળા વાદળ, ગરજી-ગગડી ઢાંકે સહુ સ્થળ :
ગાંધી જીવનની કેટકેટલી સુમધુર વાતોની રસલ્હાણ શ્રી નારાયણ દેસાઇ ગાંધીકથાના માધ્યમથી આપણાં સુધી લઇને આવ્યા છે. તે જોઇ-જાણીને આનંદ તથા અહોભાવનો ધોધ ઉછળે છે. “ નરહરિભાઇ બાપુને કહે : બાપુ ! મારે તમારી સાથે પ્રાઇવેટ વાત કરવાની છે. ૫૦ વર્ષથી વિશેષ વય વટાવી ચૂકેલા નરહરિભાઇની વાતનો વિનોદ કરતા બાપુ કહે : નરહરિ ! તમારે... Continue Reading →
: સંસ્કૃતિ : એક અનોખી કથા : ગાંધીકથા
કથા પરંપરા આપણી સંસ્કૃતિમાં નવી કે અજાણી બાબત નથી. અનેક કાળથી કથા-વાર્તાનો અવિરત પ્રવાહ અનેક સ્ત્રોતથી રેલાયો છે અને જનસમૂહમાં સુપેરે ઝીલાયો છે. કથન શૈલીની સાથે તેની અલગ અલગ વિશિષ્ટતાઓ પણ જોડાયેલી છે. નજીકના ભૂતકાળમાં પૂ. ડોંગરેજી મહારાજની કથામાં કેન્દ્ર સ્થાને રહેલા ભક્તિના ભાવે અનેક શ્રોતાઓને ભીંજવ્યા છે. વર્તમાન કાળમાં સુપ્રસિધ્ધ રામાયણી પૂ. મોરારીબાપુ... Continue Reading →
: સંતવાણી સમીપે : રંકના ઝૂંપડા જ્યાં, વિરાજે ચરણ આપના ત્યાં :
નાતાલના તહેવારો ફરી પ્રેમ, બંધુતા તથા કરુણતાના મહાન સંદેશ સાથે ઉજવવાના દિવસો આવ્યા છે. માણસમાં અનેક બાબતો તેના સ્વભાવ તથા સંસ્કારને કારણે રોપાયેલી છે. મનુષ્યને ધર્મ પ્રેરણા ચિરકાળથી રહી છે. ધર્મ ભાવના એજ માણસની વિશેષતા છે તેમ કહેવાયું છે. (ધર્મોહિ તેષામધિકો વિશેષો) ધર્મ તરફની પ્રીતિ દ્રઢ અનુભૂતિના માધ્યમથી થાય છે. ધર્મના અનેક સંસ્થાપકોની પ્રેરણા પણ... Continue Reading →
: સંતવાણી સમીપે : હરિ ભજવા હેત કરીને રે, જગજીવન સમરથ જાણી રે :
થોડા વર્ષો પહેલા ડુમ્મસ (સુરત નજીકમાં) ખાતે સ્વામીનારાયણ સંપ્રદાય – BAPS – ના વડા પ્રમુખ સ્વામી મહારાજને મળવાનું થયું. સુરત તેમજ દક્ષિણ ગુજરાત વિસ્તારના કેટલાક પ્રશ્નો – સમસ્યાઓની ચર્ચા કરવાની તથા સ્વામીના વિચારો જાણવાની તે એક તક હતી. તે સમયે પ્રમુખ સ્વામીએ કહ્યું કે અલગ અલગ ટેલીવીઝન ચેનલોથી જે કાર્યક્રમો રજૂ થાય છે તે જોવામાં... Continue Reading →
: સંસ્કૃતિ : સવાઇ ગુજરાતી : કાકા સાહેબ કાલેલકર :
કાકા સાહેબ ખરેખર નસીના બળિયા હશે ! ગાંધીજીના સહવાસ તથા તેમની સેવાનો લાભ બ્રિટીશ સરકારે તેમને સામે ચાલીને આપ્યો. ૧૯૩૦ માં દાંડીકૂચ કરીને ગાંધીજીએ બ્રિટીશ સામ્રાજયના પાયામાં લૂણો લગાડવાનું ઐતિહાસિક કામ કર્યું તે ઘટના ખૂબ જાણીતી છે. દાંડીકૂચ દરમિયાન ગાંધીજીની ઘરપકડ થશે તેવી વ્યાપક માન્યતા હતી. સરકારે સરદાર સાહેબની ઘરપકડ કરી પરંતુ બાપુની ઘરપકડ કૂચ... Continue Reading →