: સંતવાણી સમીપે : સાયર હુંદા સૂર : વરસે ઝીણા નૂર :

સંતવાણીની તેજસ્વી ધારામાં કાપડી સંત મેકણની વાણીના ભક્તિ તથા કર્તવ્યનિષ્ઠ સાધનાના પડછંદા સાંભળવા મળે છે. ભક્તિ એટલે અકર્મણ્યતા નહિ પરંતુ સતત કર્મમય જીવન છે તેનો પાઠ ડાડા મેકણના જીવન-કવનમાંથી શીખવા મળે છે. મેકરણદાદાનો અખાડો કચ્છના ધ્રંગી ગામે છે. કચ્છ તથા સિંધની વચ્ચે રણમાર્ગે સફર ખેડતા અનેક મુસાફરોના યોગક્ષેમની ચિંતા ડાડા મેકણે કરી છે. લાલિયા નામના... Continue Reading →

: સંસ્કૃતિ : ઉજળા પરિવારની ગૌરવ ગાથા :

આ મહિનામાં જે મહામાનવની જન્મજયંતિ આવે છે તેવા રાજસ્થાનના ક્રાંતિકારી વીર કેશરીસિંહજીની વિશેષ સ્મૃતિ થવી સ્વાભાવિક છે. ઠાકુર કેસરીસિંહજી બારહઠ્ઠ ક્રાંતિવીરોના તારામંડળના એક તેજસ્વી તારક સમાન હતા. ઠાકુર સાહેબનો જન્મ ૨૧ મી નવેમ્બર, ૧૮૭૨ ના રોજ થયો હતો. તેમના પિતાશ્રી ઠાકુર કૃષ્ણસિંહજી ઇતિહાસના-મર્મજ્ઞ, લેખક તથા સમાજમાં પોતાની વિદ્વતાના કારણે વિશિષ્ટ આદરમાન ધરાવતા વ્યક્તિ વિશેષ હતા.... Continue Reading →

: સંસ્કૃતિ : ક્ષાત્ર તેજનું ખમીર : દરબાર શ્રી ગોપાલદાસ :

૧૯૨૦ માં મહાત્મા ગાંધી ટિળક સ્વરાજ ફંડ માટે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ખાતે આવ્યા. ફંડ ઉઘરાવવા માટે ઝોળી ફેરવવાની ગાંધીજીની એક અલગ પધ્ધતિ હતી તે જ રીતે વઢવાણની તે સમયની સભામાં પણ ઝોળી ફેરવવામાં આવી. આ ઝોળીમાં કોઇએ પગમાં પહેરવાનો ભારેખમ સોનાનો તોડો (એક પ્રકારનું ઘરેણું) પણ અર્પણ કર્યો. તોડો આપનાર કોણ છે તેની પૂછપરછ... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑