ક્રાંતિવિર કેશરીસિંહજી બારહઠ તથા તેમના લધુબંધુ જોરાવરસિંહજીની પંગતમાં અધિકારપૂર્વક બેસી શકે તેવા નિરૂભાઇ-નિરંજન વર્મા (નાનભા બારહઠ) ઇતિહાસનું એક વિસ્મૃતિ પામેલું પણ પ્રાણવાન પાત્ર છે. દેશની મુક્તિ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તેમની જીવનગાથા અજર-અમર રહેવા સર્જાયેલી છે. સાડાત્રણ દાયકાના ટૂંકા છતાં ઘટના સભર જીવનમાં તેઓ સાડાત્રણ સૈકાઓની સુગંધ પ્રસરાવીને ગયા. જામનગર જીલ્લાના રાજડા ગામે બાદાણી... Continue Reading →
: સંતવાણી સમિપે : : ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું :
કવિ શ્રી નાનાલાલે રાજ્ય કવિ શ્રી પિંગળશીભાઇ પાતાભાઇ નરેલા (૧૮૫૬-૧૯૩૯)ના અવસાનના સમાચાર સાંભળીને પિંગળશીભાઇના પુત્ર શ્રી હરદાનભાઇને સાંત્વના આપવા માટે એક પત્ર લખ્યો. નાનાલાલ લખે છે કે ‘‘પિંગળશીભાઇના અવસાનથી ભાવનગરની કાવ્યકલગી ખરી પડી છે. ભાવનગર મહારાજાના મુગટમાંથી એક હીરો ખરી પડ્યો છે. ગુજરાતની જૂની કવિતાનો છેલ્લો સિતારો આજે આથમ્યો ’’... Continue Reading →
: વધી તોલે વાણીયાં… તારી લેખણ મેઘાણી :
હૈયા કેરી ધારણે તારે ઉર ઊઠે જે સૂર જી એજ સૂરોના ઇમાની ભાઇ ! ગાયા કર ચકચૂર જી – જી શબદના વેપાર આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી તે દી શબદ તણખા ઝરે રગ રગ કડાકા થાય જી – જી શબદના વેપાર શબદ – તણખે સળગશે સૂની ધરણીના નિ:શ્વાસ જી તે દી... Continue Reading →
: વિજ્ઞાનના વિક્રમાદિત્ય : વિક્રમ સારાભાઇ :
અંબાલાલ સારાભાઇ, તેમના ધર્મપત્ની સરલાદેવી તથા અનસૂયાબેન સારાભાઇને ત્યાં મહેમાનોની ખોટ ન હતી. દેશભરમાંથી અનેક મહાનુભાવોને અમદાવાદના સારાભાઇ કુટુમ્બના મહેમાન થવાનું ગમતું હતું. ૧૯૨૪ માં ગુરૂદેવ ટાગોર સારાભાઇ કુટુમ્બના મહેમાન થયેલા. તે વખતનો એક પ્રસંગ નોંધાયો છે. યજમાન અંબાલાલભાઇના પાંચ વર્ષના પુત્ર વિક્રમને જોઇને કહ્યું : ‘‘આ બાળક અસાધારણ મેઘાસંપન્ન છે.’’ ગુરૂદેવની ભવિષ્યવાણી સાચી... Continue Reading →
: સંતવાણી સમીપે : : આતમની એરણ પરે જે દી અનુભવ પછડાય જી :
માનવ માત્રનો આખરી મુકામ એ ઇશ્વરનું આંગણું છે. એ મહાપ્રયાણની તૈયારી કરો કે ન કરો તો પણ તેની ગતિ નિશ્ચિત છે. કવિગુરૂ ટાગોરની પ્રયાણની કલ્પના મધુર છે. સમર્પણનો એક અસામાન્ય સૂર તેમાંથી છેડાય છે. નીરવ જિનિ તાહાર પાયે નીરવ વીના દિવો ધરી. કવિવર કહે છે કે બધા ગાનો ખતમ કરીને મારી નિ:શબ્દ વિણાને હું એ... Continue Reading →
: આપ કરી લે ઓળખાણ એ સાચા શબદના પરમાણ ! :
મકરંદી મીજાજમાં કહેલાયેલા આ શબ્દો એકવાર સાંભળો પછી મનમાંથી ખસે તેવા નથી. આવ હવે તારા ગજ મૂકી વજન મૂકીને વરવા નવલખ તારા નીચે બેઠો ક્યા ત્રાજવડે તરવા ચૌદ ભૂવનનો સ્વામી આવે ચપટી ધૂળની પ્રીતે રે... મનવા ! ભજન કરે તે જીતે વજન કરે તે હારે... રે મનવા ! ... આ ભજન પરંપરા અને મધ્યયુગના આપણાં... Continue Reading →
: સંતવાણી સમીપે :: હેતુ રહિત અનુરાગ રામપદ…યહ બિનતી રઘુવીર ગુસાઇ :
મીરાં, કબીર, તુલસી કે સૂરદાસની કૃતિઓ કાળના પ્રવાહ સામે જીવતી જાગતી ઊભી છે. આ વાણીના પાણીનો પ્રતાપ એવો છે કે તે નિત્ય નૂતન ભાસે છે. તેમની વાણીમાં તેમની ‘કરણી’ ની સુવાસ ભળેલી છે. જો કરણીની સુવાસ તેમાં ભળી ન હોત તો આ વાણીની અસરકારકતા કદાચ જેટલી છે તેટલી તથા તેવી ન પણ હોત. મનુભાઇ ત્રિવેદી... Continue Reading →
વલ્લભભાઇના વડેરા
આ માસમાં ૧૮૭૩ ની ર૭ મી તારીખ – ર૭ સપ્ટેમ્બર, ૧૮૭૩ દેશના રાજકીય-સામાજીક ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. આ દિવસે વીર વિઠ્ઠલભાઇનો જન્મ થયો હતો. ૧૯૩૩ માં વિઠ્ઠલભાઇએ વતનથી દૂર આ ફાની દૂનિયાનો ત્યાગ કર્યો. જીવનમાં જે છ દાયકા મળ્યા તેની દરેક ક્ષણ આ મહામાનવે જીવી જાણી. વિચારોમાં પોતાના કાળથી ઘણાં આગળ તથા... Continue Reading →
કવિ પિંગળશીભાઇની પાવન સ્મૃતિ :
ભર્તુહરી મહારાજે તેમના યાદગાર શબ્દોમાં લખ્યું છે :જયન્તી તે સુકૃતિનો રસસિધ્ધા: કવિશ્વરા: નાસ્તી યેશાં યશ: કાયે જરામરણજં ભયમ્. કવિઓ સર્જકો તેમના સર્જનથી લોકસ્મૃતિમાં જીવંત રહે છે. કાળના સતત વહેતા પ્રવાહમાં પણ તેમનું સાહિત્ય સર્જન જીવંત રહે છે, ધબકતું રહે છે. રામગિરિ પર્વત પર બેસીને મેધને સંદેશ આપતા યક્ષની કથાને ચિરકાળ યુવાની પ્રાપ્ત થયેલી છે.... Continue Reading →
: સંતવાણી સમીપે :: વચનના પૂરા ઇ તો નહિ રે અધૂરાં…:
મીરાંની મહેક આજે પણ એવીને એવીજ આકર્ષક તથા તરોતાજા લાગે છે. ગિરિધર ગોપાલ સાથે નાતો અનેક સંત – મહંતોએ જોડ્યો પરંતુ મીરાંની વાણીમાં આ અલૌકીક સંબંધ વિશેષ ઝળકી ઊઠ્યો. આ મહાસતી મીરાંની મધુર વાણીમાં અનેક ભક્તજનોને પોતાનીજ લાગણીનું પ્રતિબિંબ ઝીલાતું હોય તેમ લાગ્યું. જન-જનને મીરાંના પદો શ્લોક – મંત્રો આદિથી પણ વધારે સુલભ થયા ભજન... Continue Reading →