ઝાલાવાડનો જોગી

કળાયેલ મોરના પ્રાકૃતિક સૌંદર્યની યાદ અપાવે તેવું વ્યક્તિત્વ બાબુભાઇ રાણપુરાનું હતું. હંમેશા તરોતાજા અને મસ્તીમાં તરબોળ. તેમની વિદાય માત્ર સૌરાષ્ટ્રમાં નહિ પરંતુ ગમે તે સ્થળે વસતા લોકસાહિત્યના પ્રેમીજનને આંચકો આપી ગઇ. આથી જ ગાંધીનગરના ટાઉનહોલમાં વિશાળ જનસમૂહે બાબુભાઇ સહિત સાહિત્યમાં પ્રદાન કરીને વિદાય લેનારા લોકોને અભૂતપૂર્વ હાજરી વચ્ચે અશ્રુભિની આંખે સ્વરાંજલિ આપી. ભગતબાપુ (કવિ શ્રી... Continue Reading →

: પારાશર્યનું પાવન સ્મરણ :

મુકુન્દરાય વિ. પારાશર્યની આ જન્મ શતાબ્દીનું વર્ષ છે. (૧૯૧૪-૧૯૮૫) ભાવેણાની આકાશગંગામાં અનેક તેજસ્વી તારકોનું દર્શન થાય છે. તેમાં માત્ર અને માત્ર પ્રજાના કલ્યાણના હેતુનેજ સાધ્ય માની રાજ્ય ચલાવનાર મહારાજા કૃષ્ણકુમારસિંહજી છે તો છેવાડાના માનવીને દેવ ગણીને તેની સેવામાંજ જીવન ખર્ચી નાખનાર ઠક્કરબાપા પણ છે. આજે પણ જાહેર વહીવટમાં જેમના વિચારો પ્રસ્તુત તથા પ્રાસંગિક છે તેવા... Continue Reading →

: મળતાં … હળતાં :

(૧) સામાજીક પ્રસંગોએ જ્યારે સમાજના ભાઇ – બહેનોને મળવાનું થાય છે ત્યારે તેઓ હવે પછીની પેઢીની પ્રગતિ બાબત ચર્ચા કરતા હોય છે. ઘણી બાબતો અંગે સંતોષ લઇ શકાય તેવી પ્રગતિ જરૂર થઇ છે. આ પેઢી આધુનિક સોસીયલ મીડીયા મારફત એકબીજા સાથે જોડાયેલા રહે છે તે પણ એક નોંધપાત્ર હકીકત છે. છતાં એક વાતની પ્રતિતિ સૌને... Continue Reading →

મિત્રોના મિત્ર : મેઘાણી

માતા  સરસ્વતી  મીટ માંડીને જોતી કોક દુલારો નિડર, નિર્ભય, નિર્વ્યસની આ કોણ ઉપાસક મારો.  બાવલ  બેટો  જોઇ  બગસરે   હૈયામાં  હરખાણી,  અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી. ગિરા કંદરા પહાડ ગજવતો  ગાંડોતુર  થઇ ગાતો સવાજને  ચારણ  કન્યાનું  જુધ્ધ નીરખવા જાતો ચૌદ  વરસની  ચારણ  કન્યા જગદંબા શી જાણી અમર  લોકથી  આવ્ય ! અમારાં  શાયર મેઘાણી.... Continue Reading →

 : લોકસાહિત્યની સરવાણી અને મેઘાણી :

માંડી મેઘાણી ! હૈયે વાણીની હાટડી કદી કાળો કાળાણી વેપાર ન કીધો વાણીયા ! ભેદની ભીંત્યુંને ભાંગવાની હૈયામાં હામ રાખીને સમાજની સ્થાપિત માન્યતાઓ સામે લડી લેવાની વૃત્તિવાળા મેઘાણી એક જન્મમાં જાણે સાત જન્મનું કામ નિપટાવીને ગયા ! શ્રાવણના આ શિવભક્તિથી તરબોળ થયેલા વાતાવરણમાં મેઘની ભિનાશ સાથે મર્મી મેઘાણીની સ્મૃતિ તાજી થાય છે. ‘‘ એકરંગા ને... Continue Reading →

: સંતવાણી સમિપે : શિર સાટે નટવરને વરીએ :

ગઢડામાં પરમ ભક્ત દાદા ખાચરના દરબારમાં પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે સહજાનંદ સ્વામી પોતાના બે તેજસ્વી શિષ્યો સાથે નિજાનંદથી બેઠા હતા. આ બે પ્રતાપી શિષ્યો સ્વામી મુક્તાનંદ તથા સ્વામી બ્રહ્માનંદ હતાં. જગતના કલ્યાણ માટે તથા આત્મ ઉન્નતિ માટે તેઓ સહજાનંદ સ્વામી સાથે વાર્તાલાપ કરતા હતા. મહારાજે તે સમયે જે વાત કરી તે સુપ્રસિધ્ધ વચનામૃતનો ભાગ છે. ઉપરાંત... Continue Reading →

: સંતવાણી સમીપે : હરિની હાટડીએ મારું કાયમ હટાણું :  

મોરના ઇંડા ચીતરવા ન પડે તેવો આપણી ભાષાનો રૂઢિ પ્રયોગ ઘણાં અનુભવો તથા અનુભૂતિ પછી ચલણી થયો હશે. આ કહેવતને યથાર્થ ઠેરવે તેવા ઘણા દાખલાઓ જોવા મળે છે. નિરક્ષર સાક્ષર કહીને જેમને ક. મા. મુનશીને છેક ૧૯૩૬ માં એક ભવ્‍ય સમારંભમાં મુંબઇમાં બીરદાવ્‍યા હતા તે મેઘાણંદબાપાનું અડિખમ વ્‍યક્તિત્‍વ તો હતુંજ પરંતુ સાથે સાથે મા સરસ્‍વતીના... Continue Reading →

: સંતવાણી સમીપે : મેહુલો ગાજે ને માધવ નાચે :

 કવિ કલાપી નરસિંહને એક અલગ અંદાજથી યાદ કરે છે.  હતા મ્હેતો અને મીરાં  ખરાં ઇલ્મિ ખરા શૂરાં  અમારા કાફલાના એ  મુસાફર બે હતા પૂરા.  નરસિંહ તથા મધ્યયુગના આપણાં ઘણાં ભક્તકવિઓ કલાપી કહે છે તેમ શૂરવીર હતા. તેઓ જાણે કે જે સમયમાં જીવતા હતા તે સમયથી ઘણું આગળ જોઇ શકનારા એવા ક્રાંતદ્રષ્ટા હતા. જે તે સમયે... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑