સરસ્વતીના સંતાન : ચંદુલાલ બહેચરલાલ પટેલ

      ભગવદ્દ ગો મંડલના નામ સાથે ભગવતસિંહજીના નામ સાથે હક્કથી જોડી શકાય તેવું નામ ચંદુલાલ બહેચરલાલ પટેલનું છે. જામનગરમાં ૧૯૮૯ માં જન્મ લેનાર આ મહાપુરૂષે મહારાજા ભગવતસિંહજી પ્રેરીત સર્વાંગ સંપૂર્ણ કોષ રચવાનું કામ પૂરૂં કરવામાં સિંહફાળો આપ્યો. ચંદુભાઇનું જીવનકાર્ય જ આ ધન્યકાર્ય હતું. લગભગ ત્રણ દાયકાના અવિરત શ્રમના ભાતીગળ પરિણામ સ્વરૂપ કોષ સમાજને... Continue Reading →

કર્મઠ અને કેડી કંડારનારા ….

            દરેક કાળમાં દરેક પ્રદેશને કોઇને કોઇ એવા અગ્રજ અથવા જવાબદારીપૂર્વક સત્ય અને પ્રગતિના માર્ગે દોરવણી આપનાર વ્યક્તિ વિશેષો મળ્યા છે. આ લોકોએ સાંપ્રત સ્થિતિમાંથી સમાજને ઉન્નતિ તરફ દોરવાનો પ્રયાસ કર્યો છે. જો પ્રવર્તમાન સમયમાં કોઇ અન્યાય – શોષણ કે નબળાઇઓ દેખાતી હોય તો તેને ખુલ્લેખુલ્લા પડકારવાનો પ્રયાસ કર્યો. સમાજને... Continue Reading →

બહુજન હિતાય, બહુજન સુખાય,  આકાશે આંબેલા પ્રસારણની વાતો

કેટલીક વ્યક્તિઓ તથા પ્રસંગોના સંભારણા જીવનમાં કોઇપણ કાળે ઉલ્લાસ પ્રગટાવે તેવો એક સામાન્ય અનુભવ છે. માનવી એક સામાજીક પ્રાણી હોવાથી તેના જીવન ઘડતરમાં કુટુંબનો તેમજ સમાજનો સિંહ ફાળો છે. જીવન isolation માં જીવાતું નથી અને કદાચ જીવાય તો ફુલતું કે ફોરતું નથી તે એક સર્વસ્વીકૃત હકીકત છે. આથી જ મધુર સ્મરણો વાગોળવાની પ્રક્રિયા મહદ્દઅંશે માનવીને... Continue Reading →

વીર સાવરકર : કાળા પાણીમાં કમળ

દુનિયાના અનેક દેશોમાં સ્વાતંત્ર્ય મેળવવા માટે નાના મોટા સંઘર્ષ થયા છે.  પરાધિનતાની બેડીઓ તોડવાનું કામ ક્યારેય સરળ હોઇ શકે નહિ. ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ પણ અનેક વિવિધરંગી ઘટનાઓને કારણે ભાતીગળ લાગે છે. આ સંગ્રામમાં એક તરફ અસાધારણ નૈતિક તાકાતના બળે વિશ્વની મહાસત્તાને પડકારનાર ગાંધી છે. બીજી તરફ દુધમલિયા યુવાનોની એક સેના છે. મૃત્યુ હથેળીમાં રાખીને તેઓ... Continue Reading →

કાલાય તસ્મૈ નમ:

આપણાં દેશને મહામૂલી આઝાદી મળી તેની પહેલાના લગભગ ૧૦૦ વર્ષનો ઇતિહાસ એ કદાચ દીર્ઘકાલીન કાળખંડમાં એક જુદીજ ભાત પાડે છે. ઇતિહાસમાં ધરબાઇને પડેલી કાળની અનેકાનેક ઘટનાઓમાં કોઇને કોઇ ચેતનાનો સંચય તથા તેનું સંક્રમણ તો હશે જ. માનવજીવની ઊંચાઇને ઉજાળનાર ભવ્ય ક્ષણોની સાથે સાથે કોઇ પ્રસંગોમાં વ્યક્તિગત કે સામુહિક ઉણપની ઘડીઓનું દર્શન પણ કાળદેવતાએ નિહાળ્યું હશે.... Continue Reading →

સરદારસિંહ તથા શામજી : સ્વાર્પણના જીવંત સ્મારકો

વસંતના વધામણા જેમ કવિઓએ મનમૂકીને કર્યા છે તેવીજ રીતે અને તેટલીજ ઉત્કટતાથી દેશભક્તોએ – ક્રાંતિકારીઓએ શહાદતની – આત્મ સમર્પણની વસંતને ખોબે અને ધોબે વધાવી છે. ઇસી રંગમે વીર શિવા ને મૉં કા બંધન ખોલા યહી રંગ હલ્દી ઘાટીમેં ખુલકર ઉસને ખોલા ઇસી રંગ મે રંગ રાણાને જનની જય જય બોલા..... મેરા રંગ દે બસન્તી ચોલા.... Continue Reading →

શિક્ષકનું સન્માન : સ્વસ્થ સમાજ

  પ્રસંગોના આયોજનમાં પુંજલભાઇ રબારીનો પનો ક્યારેય ટૂંકો પડતો નથી તેવો એકથી વધારે વખત અનુભવ થયો છે. આથી પ્રસંગનું નિમંત્રણ તેમના તરફથી મળે ત્યારે તેમાં હાજરી આપવા મન ખેંચાય. શૈક્ષણિક તેમજ સાહિત્યના ક્ષેત્રમાં તેમનો લગાવ તથા પ્રદાન બન્ને નોંધપાત્ર છે. ભૂજોડી (કચ્છ) ની તેમણે જે શૈક્ષણિક સંસ્થાની કલ્પના કરી હતી તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું મુશ્કેલ... Continue Reading →

: સંતવાણી સમીપે : ઉજળા આવકારની પરંપરા

આપણા સામાજિક જીવનમાં વ્યક્તિઓ વચ્ચેના સંપર્ક કે સંબંધમાં ઉષ્માભર્યા આવકારનું એક અનોખું સ્થાન છે. અન્ય કોઇપણ વ્યક્તિનું દ્રષ્ટિબિંદુ સમજવા તેની વાત શાંતિથી સાંભળીને શક્ય તેટલા સહાયભૂત થવાનું વલણ આપણા દૈનિક જીવન વ્યવહારમાં ઉમેરાય તો વ્યક્તિઓનું અને સરવાળે સમગ્ર સમાજનું હિત છે તેવા પાયાના મૂલ્યનો આધાર લઇ કવિ શ્રી દુલા ભાયા કાગે એક સુંદર પદની રચના... Continue Reading →

: સંતવાણી સમીપે : તોરલ વાણી : ભક્તિ ખાંડા કેરી ધાર. 

વેદોની જ્ઞાનવાણી, ઉપનિષદોની અનુભવવાણી તેમજ સંતો-ભક્તોની સંતવાણીના ભાતીગળ પ્રવાહોએ આપણાં વ્યક્તિગત તેમજ સામાજિક જીવનને લીલું છમ્મ રાખવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. જ્ઞાનવાણી જે મહદ અંશે સંસ્કૃતમાં વિદ્વાનો સમજી શકે તેવી શૈલિમાં હોય. ભાષાની કે માધ્યમની દૂર્બોધતાને કારણે ઘણીવાર ઉત્તમ બાબતો પણ જન સામાન્ય સુધી પહોંચવી મુશ્કેલ બને છે. સંતવાણીએ આ શ્લોક અને લોક વચ્ચેના અંતરને... Continue Reading →

: સંતવાણી સમિપે : ચાનક રાખું ને તો ય ચૂકું :

કવિ જયંત પાઠક (૧૯૨૦-૨૦૦૩) યાદ આવે એટલે તેમના ચિંરજીવી તથા ભાતીગળ સર્જનની નીચેની પંક્તિઓ સ્મૃતિમાં સળવળે છે.  થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં,  પહાડોના હાડ મારા પિંડમાં ને, નાડીમાં નાનેરી નદીઓના નીર, છાતીમાં બુલબુલનો માળો ને,  આંગળીમાં આદિવાસીનું તીણું તીર, રોમ મારા ફરકે છે ઘાસમાં, થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં. વગડાના શ્વાસની મુડીને તેમજ પ્રકૃતિના સામિપ્યની... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑