કવિ કાગ પારિતોષિક: મર્મીઓનું મોંઘેરું સન્માન મજાદરની માટીની સુગંધ દાઢીવાળા દુલાના ભાતીગળ સ્વરૂપે જગતમાં પ્રસરી છે. કાવ્યતત્વની સચ્ચાઈ, સરળતા તથા સાદગીને લોકોએ ખોબે અને ધોબે વધાવી છે. આજે પણ ભગતબાપુની રચનાઓ લોકગાયકોને ગાવી તથા લોકસમૂહને સંભાળવી ગમે છે. કવિ કાગની સ્મૃતિને નિરંતર સંકોરવાનું પુણ્યકાર્ય સંપૂર્ણ રીતે નિજાનંદે સંત શ્રી મોરારીબાપુ કરી રહ્યા છે. વ્યાસપીઠની શબ્દરૂપી... Continue Reading →
ગ્રાહક જાગ્યો નથી…
15 માર્ચ એટલે વિશ્વભરમાં ગ્રાહકોના હક્કની જાણળવણી માટે જાગૃતિ કેળવવાનો દિવસ. આ દિવસ અન્ય દિવસોની જેમજ આવે અને વિતી જાય. ખરા અર્થમાં ગ્રાહકો પોતાના હક્કો વિશે જાણકાર છે ખરા ? તેમના હક્કો મેળવવા માટેની કાનૂની વ્યવસ્થા તેઓ બરાબર સમજે છે ખરા ? આ બાબત એસોચેમ (એસોસીએટેડ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડઇન્ડસ્ટ્રીઝ) તરફથી એક સર્વે જાન્યુઆરી –... Continue Reading →
વાગડનો વડલો : મણીભાઈ સંઘવી
ગાંધીજી માત્ર સ્વરાજ્ય મેળવવા માટેના વિશ્વમાં અદ્વિતિય એવા મહદ્અંશે અહિંસક મહાસંગ્રામનાજ પ્રેરણાસ્ત્રોત ન હતા. આઝાદી મળ્યા પછી ખરા અર્થમાં ‘સ્વરાજ્ય’ ની સ્થાપના થાય તે બાબત પણ તેમના અગ્રતાક્રમમાં હતી. હતી. તેઓ આ બાબત તરફ સંપૂર્ણ રીતે સભાન હતા અને પ્રયત્નશીલ હતા. સ્વસ્થ સમાજ, જાગૃત તથા જવાબદાર સમાજ હોય તો જ સ્વરાજ્યનો સૂર્યોદય થાય. આ વાત... Continue Reading →
કાગના ફળિયે કાગની વાતું…
ફરી આ વર્ષે પણ કાગધામ – મજાદરનું ઉજળું આંગણું, પૂ. ભગતબાપુની ચિરંતન ચેતના અને પૂ. મોરારીબાપુની પાવક ઉપસ્થિતિનો ત્રિવેણી સંગમ રચાયો. તા.૦૪/૦૩/૨૦૧૪ ના રોજ (કવિ દુલા ભાયા કાગ) ભગતબાપુના આંગણે તેમની ૩૭મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ ભગતબાપુની સ્મૃતિમાં વિવિધ કાર્યક્રમો થયા. ગુજરાતના અલગ અલગ સ્થળોએથી કાગપ્રેમી તથા સાહિત્યપ્રેમીઓનો પ્રવાહ મજાદર તરફ વળ્યો અને સૌએ... Continue Reading →
યત્ર નાર્યસ્તુ પૂજયન્તે રમન્તે તત્ર દેવતા:
આઠમી માર્ચનો દિવસ વિશ્વના નારી આંદોલનના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. મહિલાઓની સમસ્યાઓ વિશ્વના દરેક ભાગમાં વધતા ઓછા અંશે સમાન રહી છે. ૧૯ મી સદીમાં વિશ્વના ઘણાંદેશોમાં મહિલાઓને વેતન દર ચૂકવવામાં ભેદભાવ, ને કામના સ્થળે પૂરી પાડવામાં આવતી સુવિધાઓનો પણ સદંતર અભાવ, કામદાર યુનિયનોની પણ મહિલાઓના પ્રશ્નો બાબત ઉપેક્ષા જેવી બાબતો સામાન્ય હતી. ૮ માર્ચ, ૧૮૫૭ માં... Continue Reading →
મળતાં ………. હળતાં ………..
ચારણો દેવીપુત્રો કહેવાયા તેમાં પરમ કૃપાળુ આઇઓની અપાર કૃપા તેમજ ચારણ સમાજનો તેમના તરફનો આદર તથા શ્રધ્ધા એ મહત્વના પાસા છે. આઇ સોનબાઇમા હોય કે આઇ કંકુ કેશરમા હોય. સૌની લાગણીની દ્રષ્ટિ, કાળજીની દ્રષ્ટિ સમાજ તરફ રહેતી હોય છે. આ વાતની અવારનવાર પ્રતિતિ પણ થયા કરે છે. આવી પ્રતિતિ તાજેતરના એક પ્રસંગે ફરી થઇ. પૂ.... Continue Reading →