ડૉ. રાજેન્‍દ્ર પ્રસાદનું પાવન સ્‍મરણ

     ગાંધી વિચારની વસંત જયારે આ દેશની ધરતી પર પૂર્ણ સ્‍વરૂપે ખીલી હતી ત્‍યારે અનેક વૃક્ષો ફૂલ બહારમાં મહેકી ઉઠ્યા હતા. અનેક ખૂબસૂરત પુષ્‍પોની અવનવી સુગંધ પ્રસરી હતી. દરેક પુષ્‍પને પોતાનું અલગ વ્‍યક્તિત્‍વ હતું, વિશિષ્‍ટ સુગંધ હતી પરંતુ તેમનું પોષણ મહદ્ અંશે ગાંધી વિચારથી થયેલું હતું. આ જીવો સેવા-સ્‍વાર્પણ તથા સાદગીના ગૌરવપૂર્ણ રંગોથી રંગાઈ... Continue Reading →

વંચિતોના વાલેશ્રી : ઠક્કરબાપા

   મેઘાણીભાઇએ ૧૯૩૯ માં જાહેર પ્રવચનમાં યાદગાર શબ્‍દો કહયા : ‘‘ આદિવાસી તથા હરિજનોના તો અમૃતલાલ સાચા અર્થમાં બાપા છે. આજથી હું પણ તેમને ઠક્કરબાપા કહીશ. આ નામની ઉદઘોષણા કરતા હું આનંદ અનુભવું છું. ’’ હજારો વનવાસી ભાઇઓની વિશાળ મેદની વચ્‍ચે રામજી મંદિરની પ્રાણપ્રતિષ્‍ઠાના પ્રસંગે પંચમહાલમાં રાષ્‍ટ્રીય શાયર આવું બોલ્‍યા અને જગત આખાએ જાણે એ શબ્‍દો... Continue Reading →

આરઝી હકૂમત : સોરઠનો સુવર્ણ કળશ

આમ તો આપણા વિશાળ દેશના દરેક પ્રદેશ તથા લોકો કોઇને કોઇ પ્રકારની વિશિષ્ટતાઓ ધરાવે છે. દરેકના ભાતીગળ રંગોથી દેશનો નકશો શોભાયમાન છે. આમ છતાં કેટલાંક પ્રદેશો કવિઓ-સર્જકોને પોતાની તરફ થોડા વધારે આકર્ષિત કર્યા છે તેવું ઘણીવાર લાગે છે. આવો એક પ્રદેશ એ આપણાં રાજયમાં લોકવાણીમાં ‘સોરઠ’ તરીકે ઓળખાય છે. સમુદ્રના અગાધ વારી જયાં પવિત્ર જયોતિલીંગના... Continue Reading →

શ્રી પી. પી. પંડ્યાનું પાવન સ્‍મરણ

વિક્રમના ૨૦૬૯ ના વર્ષને હમણાંજ ભાવભીની વિદાય આપીને અનેકાનેક દીપશીખાઓથી આપણે ૨૦૭૦ ના વર્ષને ઉમળકાથી આવકાર્યું. અનેક દીવડાઓ ભલે પ્રકાશ પાથરતા હોય પરંતુ તે દરેક દીપકની આભા અલગ હોય છે, નિરાળી હોય છે. દરેક દીપક પોતાના ભાગે આવતું અંધારૂ હટાવીને – હરાવીને જગતને તેજોમય બનાવવાનો નમ્ર છતાં દ્રઢ પ્રયાસ કરે છે. આ દીપદર્શનના પવિત્ર પર્વે... Continue Reading →

ભુજોડીના આંગણે શબદના મેળાની રંગત

      કચ્‍છની ધરતી ‘‘બહુરત્‍ના વસુંધરા’’ છે. અનેક પરગજુ વ્‍યક્તિઓના દર્શન ત્‍યાં થાય છે. આજ રીતે કેટલીક એવી સંસ્‍થાઓ પણ અહીં ઊભી થઇ છે અને વટવૃક્ષની જેમ વિકસી છે. આ સંસ્‍થાઓનો હેતુ પોતાના કોઇ પ્રોડક્ટનું બજાર શોધવાનો નથી પરંતુ નમ્રભાવે, નિષ્‍ઠાપૂર્વક પોતાની  સેવાના ખરા લાભાર્થીઓ શોધવાનો છે. આવી સંસ્‍થાઓએ તેમજ મહાનુભાવોએ સામાજિક જીવનના અલગ... Continue Reading →

મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળાનું અમૂલ્‍ય રત્‍ન: બ્રહ્માનંદ સ્‍વામી

કચ્‍છની મહારાઓશ્રી લખપતજી વૃજભાષા પાઠશાળાના યોગદાનનું મૂલ્‍ય સારી રીતે સમજી શકે તેવા મહાકવિ નાનાલાલે એક યાદગાર વાત કરી. તેઓએ કહ્યું કે ભૂજની આ પાઠશાળાએ કચ્‍છના મહારાવનો કીર્તિ મુગટ છે. નાનાલાલ જેવા મોટા ગજાના કવિ વાત કરે કે અભિપ્રાય બાંધે ત્‍યારે તેમ કરતા પહેલા પૂર્ણ વિચાર કરે અને ત્‍યાર પછી જ પોતાની લાગણી વ્‍યક્ત કરે તે... Continue Reading →

ડૉ. નરેન્દ્ર દાભોલકરની તેજ યાત્રા

 ૨૦૧૩ નું વર્ષ જ્યારે પૂરૂ થાય છે, ત્યારે તે વર્ષમાં બનેલી કેટલીક ઘટનાઓની સ્મૃતિ વાગોળતા જાગૃત નાગરિકના મનમાં એક મંથન શરૂ થાય છે. આપણાં શાસ્ત્રોએ જે કેટલાક મૂલ્યોની, કેટલાક સંસ્કારોની વાત કરી છે, તેનો વ્યવહારુ જીવનમાં અમલનો વિશેષ મહિમા કર્યો છે. તેમાં ક્યાંય અંધશ્રધ્ધા કે અસહિષ્ણુતાને સ્થાન નથી. “દરેક દિશાએથી અમને શુભ તથા સુંદર વિચારો... Continue Reading →

પોતાવટ પાળવાવાળી…

         સોનલ બીજના પાવન પ્રસંગે ભગવતી આઇશ્રી સોનબાઇમાનું વિશેષ સ્મરણ સૌને થાય તે સ્વાભાવિક છે. હવે, છેલ્લા કેટલાક વર્ષોથી તો સોનલ બીજનો પ્રસંગ અનેક જગાએ નાના મોટા પ્રસંગોનું સુંદર આયોજન કરીને થાય છે. ઉજવણીના આ તમામ કાર્યક્રમોમા એક વાત ઊડીને આંખે વળગે તેવી છે. પૂ. આઈમાની સ્મૃતિમાં યોજાતા આ પ્રસંગોએ જ્ઞાતિના અનેક નાના મોટા સમૂહોને એક... Continue Reading →

‘‘ દરબાર સાહેબશ્રી ગોપાલદાસ દેસાઇ : નાના રાજના રાજવી – મોટા ગજાના માનવી ’’

દરબાર સાહેબશ્રી ગોપાલદાસનું પાવન સ્મરણ તેમની જન્મજયંતિ – ૧૯ ડીસેમ્બર ના દિવસે ઘણાં લોકોને થાય તે સ્વાભાવિક છે. ગુજરાતના ઘણાં નિડર તથા સમર્પિત સ્વાતંત્રય સેનાનીઓમાં કેટલાંક ગિરાસદારોનો પણ સમાવેશ થાય છે. દરબાર સાહેબ તેમાંના એક અગ્રજ હતાં. તેમના ધર્મપત્નિ ભક્તિબા પણ દરબાર સાહેબની જોડાજોડ ઉભા રહીને સંપૂર્ણ નિડરતાથી દેશની આઝાદી માટે લડ્યા. ભક્તિબાના પિતા સુખી,... Continue Reading →

Blog at WordPress.com.

Up ↑