દેશની આઝાદી પ્રાપ્ત કરવા માટે જે કેટલાક મહાનુભાવોએ પ્રબળ નેતૃત્વ પૂરું પાડ્યું તેમાં કરમસદના બે ભાઇઓ – વીર વિઠ્ઠલભાઇ અને સરદાર વલ્લભભાઇના નામો અગ્રસ્થાને છે. બન્ને સગા ભાઇઓ અને તે કાળખંડમાં બન્નેનો રાજકીય-સામાજિક ક્ષેત્રે અમૂલ્ય ફાળો એ એક વીરલ ઘટના છે. ર૭મી સપ્ટેમ્બરના રોજ વીર વિઠ્ઠલભાઇના જન્મ દિવસે આપણી વિધાનસભામાં પણ તેમની સ્મૃતિને તાજી... Continue Reading →
સૌરાષ્ટ્રની ધરતી : લોકકલાઓનો મોઘેરો રસથાળ
સૌરાષ્ટ્રે પંચરત્નાની, નદી નારી તુરંગમ, ચતુર્થમ સોમનાથશ્ચ, પંચમમ્ હરિ દર્શનમ્ જામનગર રાજયના પંડિત શ્રી કંઠ કવિની આ પંક્તિઓમાં ગાગરમાં સાગર ભરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એક પ્રદેશની ઓળખ તથા તે પણ કેવી અને કેટલી બધી વિવિધતાઓથી ભરેલી ! કાઠિયાવાડી પાણીદાર અશ્વો જોઇને ઘણા બ્રિટિશ અમલદારો પણ પ્રભાવિત થઇ જતા... Continue Reading →
યે આકાશવાણી હૈ
ગુજરાત રાજયના માહિતી ખાતાના ભૂતપૂર્વ અધિકારી તથા સાહિત્ય પ્રેમી શ્રી ભુપેન્દ્રભાઇ દવેના આગ્રહથી ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્સવમાં થોડા દિવસ પહેલાં સાયલા (ભગતનું ગામ) જવાનું થયું. આ સુંદર મહોત્સવનું આયોજન ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર, સુરેન્દ્રનગર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે કરવામાં આવેલું. સાયલામાં ધાંગધ્રાના સ્નેહાળ... Continue Reading →
શંકરદાન દેથા : રાજ્યકવિના રૂપમાં ભક્તકવિનો આત્મા
ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર તથા અખિલ ગુજરાત લોક કલાકાર સેવા સમિતિના સંયુકત ઉપક્રમે સુરેન્દ્રનગર જીલ્લાના સાયલા નગરમાં સુવિખ્યાત તથા પવિત્ર લાલજી મહારાજની જગ્યામાં ત્રિ-દિવસીય લોક કલાકાર મહોત્સવ યોજવામાં આવ્યો તે વાતનો સૌ સાહિત્ય પ્રેમીઓને ખૂબજ આનંદ થયો. લોકસાહિત્યના ખ્યાતનામ તજજ્ઞો તથા કલાકારોએ પ્રથમ બે દિવસ ધરતીના આ અમૂલ્ય સાહિત્યની માર્મિક વાતો કરી જેને સૌએ ખૂબ માણી.... Continue Reading →
પ્રજાની નાડ પારખનારા દિવાન
મહાત્મા ગાંધીએ દર્શાવેલ માર્ગે એક નિષ્ઠાથી આઝાદી જંગમાં લોક નિર્ભયતાનું દર્શન અહિંસક રીતે અખંડ ભારતના દરેક હિસ્સામાં થયું. એજ પ્રકારે સમાંતર રીતે સરફરોશીની તમન્ના લઇને નીકળી પડેલા કેટલાક જાગૃત તથા ભાવનાશાળી ક્રાંતિવીરોએ બેડી–રસી–ફાંસી સ્વેચ્છાએ સ્વીકારીને માતૃભૂમિને બંધનમુકત કરવા રોમાંચક પ્રયાસો કર્યા અને પરિણામે દેશ એક શોષણમુકત, બેજવાબદાર તથા આપખૂદ વ્યવસ્થાની નાગચૂડમાંથી મુકત થયો. પરંતુ બ્રિટિશ... Continue Reading →
કલમના કસબી : કિર્તિભાઇ
પુણ્યશ્લોક શ્રી અમૃતલાલ શેઠ સ્થાપિત સૌરાષ્ટ્ર ટ્રસ્ટની પત્રકારત્વના ઉમદા માધ્યમથી સમાજની નિરંતર સેવા કરવાની ગૌરવપ્રદ પ્રણાલિકા રહી છે. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ અને ત્યારબાદ જન્મભૂમિ જૂથના અખબારોએ પોતાના વિશિષ્ટ યોગદાનથી પત્રકારત્વની શોભામાં અભિવૃધ્ધિ કરી છે. માત્ર મનોરંજક કે લોકરંજક બાબતો નહિ, જે તે કાળમાં પ્રજાને જે સંદેશ આપવો ઉચિત હોય, જનજાગૃતિનો પ્રશ્ન હોય ત્યાં નિરક્ષિરનો વિવેક જાળવીને... Continue Reading →